સૌ પ્રથમ જાણો, આવકના દાખલા માટે જરૂરી પુરાવા:
૧) અરજદારનું આધાર કાર્ડ
૨) અરજદારનું રાશનકાર્ડ
૩) અરજદારનું છેલ્લું લાઈટબીલ/વેરાબીલ (જો ભાડેથી રહેતા હોઈ તો ભાડાકરાર)
૪) અરજદાર ના રહેણાંક ની આસપાસના 2 પુખ્ત પાડોશીના આધારકાર્ડ (પંચનામુ કરવા)
૫) ૩ રૂ. ની કોર્ટ ફી ટીકીટ
૬) ૫૦ રૂ.નો સ્ટેમ્પ
૭) મેયર/સાંસદ/ ધારાસભ્ય (કોઈપણ એક) પાસેથી મળતો આવક નો દાખલો.
દરેક ડોક્યુમેન્ટ ભેગા કરી ઓળખના સૌ પુરાવાની જેરોક્ષ કરાવી નોટરીના સહી-સિક્કા કરાવવા તથા ઓરીજીનલ પુરાવા સાથે રાખવા.
આવકના દાખલા માટેના આવેદનની પ્રક્રિયા:
- ડિજીટલ ગુજરાત પોર્ટલ પર જઈ ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લેવી.
- અપોઈન્ટમેન્ટ ની રસીદ અને પુરાવાઓ લઇ પોતાના વિસ્તારને લગતી મામલતદારની કચેરી તથા નાગરિક સુવિધા કેન્દ્ર પરથી આવકના દાખલાનું ફોર્મ મેળવવું.
- ફોર્મ ભર્યા બાદ ૩ રૂ. ની કોર્ટ ફી ટીકીટ ફોર્મ પરઆગળના પાને ખાલી જગ્યાજોઈ લગાડવી અને બધા ડોક્યુમેન્ટ જેરોક્ષ ફોર્મ સાથે પીનકરવી.
- ફોર્મ ની પ્રક્રિયા પૂર્ણ થયાબાદ પોતાના વિસ્તારને લગતી મામલતદારની કચેરી અથવા નાગરિક સુવિધા કેન્દ્ર પરજઈ તમારા વિસ્તારના તલાટી કમ મંત્રીશ્રી પાસે જઈ બધા ડોક્યુમેન્ટચકાસણી કરાવવી, જવાબ આપવો અને સહી સિક્કા કરાવવા.
- તાલાટીશ્રી ના સહીસિક્કા કરાવ્યા બાદ આવકના દાખલા માટે ફોટો પડાવવાના સ્થળે જવું.
- જરૂરી ફી ચૂકવી ફોટો પડાવવો અને જે તે તારીખે આવકનો દાખલો મેળવી લેવો.
આવકના દાખલાનું ફોર્મ:
https://www.digitalgujarat.gov.in/DownLoad/pdfforms/s63.pdf
[આ માહિતી ની વિગતો 07/02/2021 મુજબની છે જેને ધ્યાનમાં લેવી]
0 Comments